મારા સુપનાની સરવેરે વાલા વાત કરું, ૪/૩૨

મારા સુપનાની સરવેરે વાલા વાત કરું,

સાચું કેતા શામળીયારે કે લાડીલા હું લાજી મરું. ૧

હું તો સેજમાં સુતીરે કે શામળા સેજ વિશે,

મારા મનમાં વિચારુંરે કે કાન વર કિયાં હશે. ર

એમ કરતાં આવીરે કે નિંદ્રા નાથ મુને,

સપનામાં સુંદરવર રે કે ત્રિકમ દીઠો તુંને. ૩

જાણું સેજમાં સુતોરે શામળો મુજ સાથે,

ઓચિંતાનાં અમનેરે કે ભુધર ભીડી બાથે. ૪

અલબેલા અંગોઅંગરે કે મોહનજી મળીયા,

કોટ કંદ્રપ કેતાંરે કે નાથ ન જાયે કળીયા. પ

ચાંપી ચોળીને રોળીરે રસિયાજી મુજને રંગે,
મારા સુપનાની સરવેરે વાલા વાત કરું,

સાચું કેતા શામળીયારે કે લાડીલા હું લાજી મરું. ૧

હું તો સેજમાં સુતીરે કે શામળા સેજ વિશે,

મારા મનમાં વિચારુંરે કે કાન વર કિયાં હશે. ર

એમ કરતાં આવીરે કે નિંદ્રા નાથ મુને,

સપનામાં સુંદરવર રે કે ત્રિકમ દીઠો તુંને. ૩

જાણું સેજમાં સુતોરે શામળો મુજ સાથે,

ઓચિંતાનાં અમનેરે કે ભુધર ભીડી બાથે. ૪

અલબેલા અંગોઅંગરે કે મોહનજી મળીયા,

કોટ કંદ્રપ કેતાંરે કે નાથ ન જાયે કળીયા. પ

ચાંપી ચોળીને રોળીરે રસિયાજી મુજને રંગે,

જોતાં આવ્યું જણાઇરે આલિંગન અંક અંગે. ૬

એણી રિત્યે અમશુંરે કે રમીયા રાતલડી,

સૂતિ ઉઠી સવારેરે કે કઉ કોને વાતલડી. ૭

એમ અમને આલોચનરે કે ત્રિકમ તુંજ તણું,

સ્વામી નિષ્કુળાનંદનારે કહું શું હું ઘણું ઘણું. ૮

જોતાં આવ્યું જણાઇરે આલિંગન અંક અંગે. ૬

એણી રિત્યે અમશુંરે કે રમીયા રાતલડી,

સૂતિ ઉઠી સવારેરે કે કઉ કોને વાતલડી. ૭

એમ અમને આલોચનરે કે ત્રિકમ તુંજ તણું,

સ્વામી નિષ્કુળાનંદનારે કહું શું હું ઘણું ઘણું. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી