શાને માટે શામળીયારે કરી પ્રીત આવડલી, ૫/૩૨

શાને માટે શામળીયારે કરી પ્રીત આવડલી,

તમે વનમાં વસો છોરે કે ચારો છો ગાવડલી. ૧

સુંતા ઉઠી સધાવોરે કે આથમ્યે આવો છો,

મારા ચિતની ચિતવણીરે કે સાંઝે સમાવો છો. ર

અધઘડી અળગારે કે જીવન જાયો તમે,

વ્રેહ વ્યાકુળ થઇનેરે નયણે નીર ભર્યું અમે. ૩

અતિ ચિત ઉદાસીરે વિમાસી મેં વાત મને,

લેઉ વેશ ગોપીનોરે કે વાંસે હું જાઉ વને. ૪

શોધી કાઢું શામળીયોરે વિલોકું હું વદનને,

તેડી તેને એકાંત્યેરે મળાવું મદનને. પ

ઘણા ફૂલડાં ફુલ્યાંરે વિણું જઇ હું વનમાં,

હાર ગુંથી હરિનેરે પેરાવું તેનો તનમાં. ૬

એમ કરતાં મનોરથરે કે શામળા સાંઝ પડી,

હું તો વાટડી જોવારે કે ઉંચે અગાસી ચડી. ૭

અળગાથી આંવતારે દીઠા મેં તો સખા સંગે,

સ્વામી નિષ્કુળાનંદનારે આનંદ મુંને આવ્યો અંગે. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી