ગઉ ચારી ગોવિંદજીરે વનમાંથીઅ પાછા વળ્યા, ૬/૩૨

ગઉ ચારી ગોવિંદજીરે વનમાંથીઅ પાછા વળ્યા, અળગાથી ઓળખ્યારે કે અંગ એધાંણે કળ્યા.
નાથે મોર મુગટરે કે કુંડલ પેર્યા કોને, ગળે ગુંજાની માળારે ભુધર ભાળ્યા ભીને વાને.
મોગરાની માળારે બીજાં બહુ ફૂલ તણી, તુલસીને ટોડરેરે કે ઓપેછે અતિ ઘણી.
અંગ રંગ્યું છે રુડુંરે લીલે પીળે રાતે રંગે, ઘણા ફૂલના ગુંથીરે આભુક્ષણ કીધાં અંગે.
બાજુ બંધ બેરખારે કર્યા બેઉ ફૂલ તણા, તોરા ગજરાને ટોપીરે હીંચે હૈયે હાર ઘણા.
કેવડીયાની ફડસુંરે પાગડીને પેચે ઘણી, આવો સખી દેખાડુંરે મુરત્ય માવ તણી.
અલબેલો ઓ આવેરે કે ઓળખી લીયો અંગે, રાતો માતો રુપાળોરે શોભે છે સખાને સંગે.
લટકાળાના લટકારે રુદિયામાં રમી રયાં, 
સ્વામી નિષ્કુળાનંદનોરે સખી મુને ગમી ગયા. ૮ 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી