લાડીલા અમને રે કે લાડ લડાવો છો, અણતેડયે અમારે રે ૮/૩૨

લાડીલા અમને રે કે લાડ લડાવો છો;
	અણતેડયે અમારે રે આંગણિયે આવો છો...૧
હૈયે હેત ઘણું છે રે આંખે ઓળખાયે છે;
	સામું જોતાં શામળિયા રે ટાઢું તન થાયે છે...૨
મીઠી વાણી મુખની રે કે વહાલ વધારે છે;
	સુણતાં કાજ મારાં રે કે સર્વે સુધારે છે...૩
હસતું મુખ દેખી રે હૈયું મારું હીસે છે;
	અતિ ભાવનું ભર્યું રે દલ તારું દીસે છે...૪
અતિ હેત સહિતે રે અમ ઘેર આવો છો;
	પ્રેમાધીન પાતળિયા રે કાન તમે કા’વો છો...૫
મોટા મુનિને ધ્યાને રે કે મૂરત ના’વે તારી;
	કોણ પુન્ય પરતાપે રે કે પ્રિત પિયુ થઈ મારી...૬
મારા મનમાં વિચારું રે દયા દલ આણી છે;
	સુખ આપ્યું શામળિયા રે દુ:ખી દાસી જાણી છે...૭
મેર્ય કરી મોહનજી રે કે માવજી મળ્યા છો;
	સ્વામી નિષ્કુળાનંદના રે અઢળ આજ ઢળ્યા છો...૮
 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

મળતા રાગ

ઢાળ : મેં તો સગપણ કીધું રે

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
0
0