આવો આનંદકારીરે કે મોહનજી મળીયે, ૯/૩૨

  

આવો આનંદકારીરે કે મોહનજી મળીયે, 
જોઇ મુખ તમારુંરે કે દારુણ દુઃખ દળીયે. 
મારા નયણા ત્રસેરે કે મોહન મુખ સારું, 
તમ ઉપર તન મનરે કે વાલમજી હું વારું. 
અમે આસે વલુધાંરે કે તન મન તમ પાસે, 
આઠો પોર અંતરમારે અમે રહું ઉદાસે. 
સનેહ સલ સાલેરે ખટકે છે ખરા ખરું, 
વ્રેહ વ્યાકુળ કીધાંરે ધીરજ્ય કઇ પેર્યે ધરું. 
હેતે ચિત ચોર્યુંરે પ્રિતે લીધાં પ્રાણ હરિ, 
ગાઉ વાળા ગોવાલીડારે ગોવિંદ મુને ઘેલી કરી.પ
અતિ આતુર અંગેરે રંગે તારે રાચી ઘણું, 
અલબેલાજી આવોરે આપો સુખ સેજ તણું. 
મળવા મન મારુંરે મનોરથ કોટ્ય કરે, 
મીઠા મળવું તમારુંરે મારું દુઃખ તર્ત હરે. 
તમે મળે મળશેરે સુખ મુને સર્વે અંગે, 
સ્વામી નિષ્કુળાનંદનારે આવો હરિ રમીયે રંગે.

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી