અલબેલાજી અમશુંરે પ્રીત તમે કરી પેલી, ૧૦/૩૨

 અલબેલાજી અમશુંરે પ્રીત તમે કરી પેલી, 

મથુરાં કેમ ચાલ્યારે મોહન અમને મેલી.        
પ્રીત કરી પિયારારે નીયારા ન રઇયે હરિ, 
એવું હતું હયામાંરે પેલાં પ્રીત કેમ કરી.          
ઘણા દાડાની ઘાટીરે પ્રીત બહુ બાંધી હતી, 
તર્ત ત્રોડીને ચાલ્યારે જાણું કેદી કીધી નોતિ.   
કાંયે કઠણ હૈયાનારે દયા જો નહીં દલમાં, 
ઘણા લાડ લડાવીરે પડતાં મેલ્યાં પલમાં.      
રોતાં મેલી રૂપાળારે વાલા રથે બેઠા વારું, 
અક્રુર આવતારે નાવ્યું કેમ મોત મારું.            
અમે આડા ફરસુંરે રથને રાખશું રોકી, 
જાવા નહીં દીયુ જીવનરેમોહન કેમ જાશો મુકી.૬
હેતે હૈડું ફાટેરે આંખડીયે આંસું ઝરે, 
અલબેલા આ વાર્‌યેરે રથ મર પાછો ફરે.      
દયા આણી દલમાંરે મેર્ય કરો મુજ માથે, 
સ્વામી નિષ્કુળાનંદનારે ન જાયો અક્રુર સાથે.  ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી