આવો સખીઉં સર્વેરે મરજાદા મેલી મળો, ૧૧/૩૨

આવો સખીઉં સર્વેરે મરજાદા મેલી મળો, 
રથ રોકીને રાખોરે વાલૈડાને વિંટિ વળો. 
આજ લાજ તજીનેરે રસિયાને રાખો રોકી, 
સાનમાં સમજાવોરે અક્રૂર જાયે મુકી. 
પછે ઓરતો થાશેરે આજની જો લાજ સારું, 
હીરો હાથ નૈ આવેરે માનુની માનો મારું. 
રતનની જતનરે કે રાખીયે રૂડી રીત્યે, 
ચિંતામણી ચોરાણીરે વળતી ન મળે વિત્યે.
શાંતિ રાખીતી સારીરે પારસ્ય પ્રેમ પટે કરી, 
અક્રૂરને એનીરે ખબર કેમ થઇ ખરી. 
જોતાં જાદવ બીજારે મોરય ઘણું મરી ગયા, 
આવા અક્રૂર સરખારે વાંસે કોને કેમ રયા. 
કંસનો થઇ કીંકરરે રયો છે મથુરા માંયે, 
અન્ન ખાધું છે એનુંરે દયા તેને નોયે કાંયે. 
અબળાને ઉપરરે એણે અનાવટ વાળ્યો, 
સ્વામી નિષ્કુળાનંદનારે કોને એણે કયાંથી ભાળ્યો. 

 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી