મથુરાંને મારગેરે માનુનીજો આવી મળી, ૧૨/૩૨

મથુરાંને મારગેરે માનુનીજો આવી મળી, જેમ લેર્ય સાયેરનીરે સમાવા સાહેરે વળી. ૧ કોને કેમ રોકિયેરે સુકન એણે સાધ્યાં હશે, રથે બેઠા રુપાળોરે કયે હવે કોણ મસે. ર રહી વળતી વિમાસીરે ઉદાસી અંતરે થઇ, અતિસે અકુલાણીરે કાંનને કેવાયે નહી. ૩ રોઇ રોઇને રાતાંરે કે લોચન લાલ કર્યા, હરજીને હાલવેરે ધીરજય કેણે નવ્‍ય ધર્યા. ૪ મોરછાઇ માનુનીરે ધરણીયે ઢળી પડી, વ્રહે વ્‍યાકુલ દેખીરે ત્રિકમ આવ્‍યા તેહ ઘડી. પ સુણો સર્વે સાહેલીરે ઘેલી કેમ થઇ ગોપી, સર્વે દુરીજન દેખેરે લજા તમે કેમ લોપી. ૬ હેત રાખો હૈયામાંરે કે ધીરજય ધારો તમે, કોલ આપું કરનોરે એકવાર મળશું અમે. ૭

મથુરાંને મારગેરે માનુનીજો આવી મળી,

જેમ લેર્ય સાયેરનીરે સમાવા સાહેરે વળી. ૧

કોને કેમ રોકિયેરે સુકન એણે સાધ્યાં હશે,

રથે બેઠા રુપાળોરે કયે હવે કોણ મસે. ર

રહી વળતી વિમાસીરે ઉદાસી અંતરે થઇ,

અતિસે અકુલાણીરે કાંનને કેવાયે નહી. ૩

રોઇ રોઇને રાતાંરે કે લોચન લાલ કર્યા,

હરજીને હાલવેરે ધીરજય કેણે નવ્ય ધર્યા. ૪

મોરછાઇ માનુનીરે ધરણીયે ઢળી પડી,

વ્રહે વ્યાકુલ દેખીરે ત્રિકમ આવ્યા તેહ ઘડી. પ

સુણો સર્વે સાહેલીરે ઘેલી કેમ થઇ ગોપી,

સર્વે દુરીજન દેખેરે લજા તમે કેમ લોપી. ૬

હેત રાખો હૈયામાંરે કે ધીરજય ધારો તમે,

કોલ આપું કરનોરે એકવાર મળશું અમે. ૭

એવું સાંભળી શ્રવણેરે સખીને જો શાંતિ વળી,

સ્વામી નિષ્કુળાનંદનારે આવજો મામાને મળી. ૮

એવું સાંભળી શ્રવણેરે સખીને જો શાંતિ વળી, સ્વામી નિષ્‍કુળાનંદનારે આવજો મામાને મળી. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી