એમ કહી અલબેલોરે વાલોજી વિદાયે થયા, ૧૩/૩૨

 

એમ કહી અલબેલોરે વાલોજી વિદાયે થયા, 
વ્રજવાસી વિલખતાંરે મોહનજી મેલી ગયા.
જુવતી રઇ જોઇરે વિકાસી વદને વળી, 
અતિ આતુર અંગેરે માનુની જો સર્વે મળી.
દુર સુધી દેખાણોરે રથ જો રસિયા તણો, 
પછે ગરદ ગટાનીરે ઓટમાં જો આવ્યો ઘણો.
ગ્રદ જોઇને ગોપીરે મટકુ ન ભરે મિટે, 
છેહ તેહ ન દીઠીરે જારે રથ ગયો છેટે.
પછે પગલાંરે પેખીરે રોઇ રજ સિર ધરે, 
હવે ક્યારે મલશેરે વ્રેહે અતિ વિલખાં કરે.
પડી પ્રાણ રહીતરે ઉભું ન થવાયે અંગે, 
મૃતકવત માનોરે હંસ ગયો હરિ સંગે.
વળતી વચન વિચારીરે સાવચેત સર્વે થઇ, 
કોલ કેવો કીધોરે પ્રિછ કાંયે પડી નહી.
આપણે થૈ આતુરરે સમજાણું નહીં સખી, 
નાથ નિષ્કુળાનંદનોરે છેક નોયે છળ પખી.

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી