અલબેલાની અવધીરે વિનતા વિચારે વળી, ૧૪/૩૨

 અલબેલાની અવધીરે વિનતા વિચારે વળી, 

એકવાર મલશુંરે ક્યું તે ન શકી કળી.             
એકવાર તે કૈયેરે એમાં કાંયે મર્મ મોટો, 
જાતાં જાતાં જીવન જીરે કરી ગયા કોલ ખોટો.
હવે હાથ ન આવેરે છળ કરી ગયા છાંડી, 
મેલે નહીં મથુરાંનીરે આપણ જેવી નથી ગાંડી
મથુરાંની નારીનાંરે જાણું મોટા ભાગ્ય જાગ્યાં, 
તેના પુન્ય પરતાપેરે આજ આપણને ત્યાગાં.
નગરની નારીરે ઠગારી જો લેશે ઠગી, 
મોહનને મળતાંરે વણ સગે થાશે સગી.          
ચાલી ચટકે મટકેરે મોહન મન મોઇ લેશે, 
આ છે રંગડાનેા રસિયોરે લાલ લલચાઇ રહેશે
સાંભળજો સંદેશોરે કાલ્ય કો એક આવી કેશે, 
મથુરાંમાં મોહનનુંરે કૌતુક કેમ છાનુ રેશે.        
આપણથી અનોપમરે નગર નારી રૂપેરાશી, 
સ્વામી નિષ્કુળાનંદનોરે તેનું ઘર રેસે વાસી.   

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી