કોયે કુબજાને કેજોરે વાલાને મોકલે વાળી, ૧૬/૩૨

કોયે કુબજાને કેજોરે વાલાને મોકલે વાળી, ઘણો લોભ ન કરીયેરે જોયે દિન સંભાળી. 
કાળી કરુપવાળીરે અંગે ઢંગે હતી એવી, રંગે રૂડી રૂપાળીરે કરી તુને કમલા જેવી. 
કંસનું કામ કરતીરે દુઃખી દીન દાસી હતી, તુંને મોહને મળીનેરે છબિલે કરી છતી. 
વિત્યા દિન વિચારીરે મમત મ રાખે ઉંડી, સર્વે કારજ સરીયુંરે ભુદરને મેલ ભૂંડી. 
દોયે ચાર દનમાંરે લાલચ્ય એવી કેમ લાગી, મેલ મોટા કુળનીરે મોહન હું લઉ છું માંગી.
બાઇ તારા કરતાંયે અમારે છે પ્રીત અતિ, વૃજવાસી વિલખુંરે મેલ તું અમારી વતી. 
એવુ હેત હૈયાનુંરે દેખાડયું તે કેવું દાંસી, રોતાં મેલી અમનેરે તારું ઘર રહયા વાસી. 
એનો અચંબો અમનેરે કોને હવે કેને કૈયે, 
સ્વામી નિષ્કુળાનંદનોરે કુબજામાં મોયા જૈયે.  ૮ 

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી