મથુરાં જૈ મોહન રે દામોદર ડાયા થયા, ૧૭/૩૨

મથુરાં જૈ મોહન રે દામોદર ડાયા થયા,

વૃજવાસીની વાલ્યપ્યરે કે ભુદર ભૂલી ગયા. ૧

હવે શીદ સંભારોરે કે સ���ખની સીમા વળી,

કુલવંતિ કુબજ્યારે કે નોતમ નાર્ય મળી. ર

અમ પરથી ઉતાર્યુંરે કે મોહન મન તમે,

વાતમાંયે વરતુંરે કે ઓળખી લીધું અમે. ૩

સંદેશાનીરે સર્વેરે ખબર અમે પામ્યા ખરી,

ઉદ્ધવ અમ અર્થેરે હરિ મુકયાં હેત કરી. ૪

તમે મથુરાંમાં માલોરે પ્રદેશે અમને ફેરો,

કોયે કેતલ નથીરે ચતુર વર થાયે ચેરો. પ

મારા વાલા વિચારીરે વદને વાત કીજે,

અમરત્યે ઉછેરીરે વાલા વિખ કેમ દીજે. ૬

આ શું અકલ આવીરે મથુરાંમાં પેસીને,

સારો સંદેશો કાવ્યોરે રુડા રાજય બેસીને. ૭

મુવાંને શું મારોરે નીર્દયા નાથ થઇ,

સ્વામી નિષ્કુળાનંદનારે એવું હરિ ઘટે નઇ. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી