ઓદ્ધવ ભલે આવ્યારે સારો સંદેશો લહી, ૧૮/૩૨

 

ઓદ્ધવ ભલે આવ્યારે સારો સંદેશો લહી, 
સારી સમજણ્ય સમજારે મોહન મથુરાં જહી.
શું કાવ્યું શામળીયારે કે ઓદ્ધવજી અમને, 
સઇ શાંતિ કરવારે કે મોકલીયા તમને.
વાત કરો વાલનીરે સાંભળવાને સર્વે મળી, 
કયારે કૃષ્ણજી કેતારે વ્રજમાં જાવું છે વળી.
ઓદ્ધવજી અમનેરે કાંને શું મોકલ્યું કઇ, 
સાચો કેતા સંદેશોરે વિરા તેની શરમ સઇ.
મુખે નહીં બોલાતુંરે વિમાસી રયા છો તમે, 
વણ કયે વાતનોરે આસે જો જાણ્યો છે અમે.
સંદેશાની સર્વેરે ઓધા અમને પ્રિછ પડી, 
આધે બાધું જણાણુંરે નથી અમે નાનેકડી.
અણબોલા ઓદ્ધવજીરે રેજો વિરા રાતલડી, 
અમે જુવતી શું જાણુંરે કે જોગની વાતલડી.
જોગી કર્યા છે અમનેરે અક્રૂરે આવીને, 
ઘર ભાંગી ગયો છેરે કે રથે બેસાવીને.
હવે નથી ખમાતુંરે દાઝયા પર દાઝ અમે, 
સ્વામી નિષ્કુળાનંદનેરે ક્યું તેમ કો છો તમે.

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી