ઓદ્ધવજી અમારીરે જીવનને કેજો જઇ, ૧૯/૩૨

 ઓદ્ધવજી અમારીરે જીવનને કેજો જઇ, 
અમે અંગે અબળારે જોગ લહી જાણું નહી.
જોગી અમને જાણજોરે ભોગી તમે કુબજયા કરી, 
એવું સાંભળી શ્રવણેરે ધીરજય નથી જાતી ધરી.
તમે ચાલ્યા તેદિનારે કેસ નથી ગુંથ્યા કેણે, 
જાણું જટા વધારીરે લટા લટકે છે તેણે.
પાણી ભરતાં પોરભરરે આરે અમે ઉંભા રહું, 
તપ તે છે અમારુંરે શીત વૃષા શિર સહું.
રોતાં રોદન કરતાંરે શ્વાસ મારો ત્યાંયે સમે, 
એમ પ્રાણ રોધનરે આઠું પોર કરું અમે.
હસી હેત સમેતેરે હિસતુ બોલતાં હયું, 
હવે કોયેસું ન બોલુંરે એસો અમે મુન્ય ગ્રહ્યું.
સેજ તજી સાથરેરે સેન અમે સર્વે કરું, 
મોર મુગટ માળારે એવું અમે ધ્યાન ધરું.
ઇછે જોગ અમારોરે જાણોતો જાણજો તમે, 
સ્વામી નિષ્કુળાનંદનારે બીજું નવ્ય જાણું અમે.

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી