અલબેલા હું આવીશરે કે મોહનજી મળવા, ૨૧/૩૨

 અલબેલા હું આવીશરે કે મોહનજી મળવા, 

વેશ કરી કુબજ્યાનોરે કેને નહીં દીયું કળવા.              
ધુસિ ધાબળી મેલીરે પેરીશ પટોળિ અંગે, 
રાતી માતી રૂપાળીરે આવીશ હું એવે રંગે.                 
ઘણું ચંદન ઘસીશરે કટોરો હું ભરી કરી, 
અંગે ચરચવા આવીશરે ભુધર અતિ ભાવ ધરી.         
સારા ફૂલ સુગંધીરે લાવીશ હું છાબ ભરી, 
ગુંથિ હાર હરિનેરે પેરાવીશ પૂજા કરી.                        
જન એમ જાણસેરે કુબજયા જો આવી હશે, 
કાંયે કૃષ્ણને કાજેરે ભાવે ભેટ લાવી હશે.                    
મુને કોયે નહીં રોકેરે કુબજ્યાના વેશ વડ્યે, 
એમ કરીને આવીશરે પછે મારાં ભાગ્ય ભડ્યે.              
તક જાણીને તમશુંરે કરીશ હું વાતલડી, 
રાજી હશો તો રેશુંરે રાખશો જો રાતડલી.                    
સવારાં શિખ દેજોરે અવધિ આપી અમને, 
સ્વામી નિષ્કુળાનંદનારે જેવું જો ઘટે તમને.                

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી