ધન્ય ધન્ય શું કૈયેરે કુબજ્યા તણી કરણી, ૨૨/૩૨

ધન્ય ધન્ય શું કૈયેરે કુબજ્યા તણી કરણી,

કોણ્ય પુન્યે કરીનેરે હરિવરને પરણી. ૧

કેણે સગપણ કરીઉંરે કેણે જો લગન લીધું,

કેણે માંડવો રોપ્યોરે કેણે કન્યાદાન દીધું. ર

નથી જવતલ બાળ્યારે નથી હથેવાળો જોડ્યો,

નથી કંસાર જમીયારે નથી જો દોરડો છોડ્યો. ૩

કોને કેમ કરીયુંરે સગપણ કુબજા સંગે,

જેથી અમને વિસારીરે રાંચી રયા તેને રંગે. ૪

કાંઇ સાનમાં સમજ્યારે બેઉ મળી મિત્ર થયાં,

પ્રીત પૂરણ બાંધીરે હેત નવ્ય જાયે કહ્યા. પ

એ તો કર્મ સંજોગેરે કયાંથી મળી કુબડી,

હતાં ભાગ્ય અમારાંરે વિચ્યમાં આડી પડી. ૬

હાવ ભાવે હરિનેરે કુબજયાયે કાંયેક કર્યું,

મળતામાં મોહનનુંરે તરત મન ચિત હર્યું. ૭

કાંઇ કામણગારીરે હરિ લીધા હાથ કરી,

સ્વામી નિષ્કુળાનંદનોરે હરિવર બેઠી વરી. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી