જોતાં જોડ બનીછેર. આજ આડો આંક વળ્યો, ૨૩/૩૨

જોતાં જોડ બનીછેર. આજ આડો આંક વળ્યો,

જેવી કૂબજા છે કાળીરે તેવો કાળો કૃષ્ણ મળ્યો. ૧

સારાં શોભંતા હસેરે સેજડીયે સૂતાં સખી,

નથી કોયે ચિતારોરે લીયે એની સુબિ લખી. ર

ભર્યા બ્રહ્માંડ માંયેરે જોડ બીજી નવ્ય જડે,

નથી સમર્થ એવોરે બ્રહ્મા જોઇ બીજી ઘડે. ૩

મોટે ભાગ્યે મળી છેરે અલોકી જોડ એવી,

નથી ભુત ભવિસેરે શ્રવણે સાંભળી તેવી. ૪

એતો અખંડ રેજોરે સુંદર મળી જોડ સારી,

એની ઉપર અમેરે સખી સર્વે જાઉ વારી. પ

રખે નજર લાગેરે જોડ એવી જોઇને,

ઝાઝી જતન કરજોરે રાત દિન દોએને. ૬

ઘણે મોઘે મળી છેરે કે કુબજા સરખી સતિ,

કોયે કૃષ્ણ સરીખોરે જાણું બીજો નથી જતિ. ૭

કૃષ્ણ કુબજાને મળીયારે કૃષ્ણને કુબજા મળી,

સ્વામી નિષ્કુળાનંદનારે માનું હવે મણા ટળી. ૮

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી