એક વાત વાલાનીરે કે સાંભળ સાહેલી, ૨૫/૩૨

 

એક વાત વાલાનીરે કે સાંભળ સાહેલી, આજ લાજ સર્વે રે કે કઉં મનની મેલી.
હું તો જળ જમુનાનારે કે ભરવા ગઇ ભાવે, મારગડે મુનેરે કે જાતી જાણી માવે.
આવી આડો એ ફરીયોરે કે ઓડો બાંધીને, સંઝયા સમે સજનીરે આવો સમો સાંધીને.
અલબેલાને આડોરે કે આવંતા જાણ્યો જ્યારે, લઇ લોકની લાજેરે ઘુંઘટપટ તાણ્યો ત્યારે
આવી આગળ ઉભોરે રયો મુને રોકીને, અળગો નવ્ય થાયે રે કે મારગ મુકીને.
ઘણું હેત દેખાડેરે કે લોભાડે નંદલાલો, સ્વામી નિષ્કુળાનંદનોરે કે રસીયો છે વાલો.

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી