સઇ મોટપ્ય લૈનેરે કે મોહન માલો છો, ૨૭/૩૨

સઇ મોટપ્ય લૈનેરે કે મોહન માલો છો,

આવા ચકના ભર્યારે કે ચંચલ કેમ ચાલો છો. ૧

શું જાણીને જીવનરે કે બળ બહુ કરો છો,

હજી કંસના ભયથીરે કે ભાગતા ફરો છો. ર

રખે ચટકો ચડતોરે ઘોળ્યું નઇ કયે ઘણું,

ઓદર્યે હરિ આવીરે સધાર્યું શું દેવકી તણું. ૩

અમે અબળા ઉપરરે કે બળ બહુ બાંઘ્યું છે,

ગોકુળીયામાં ગિરધર રે કે ધેલું જો લાધું છે. ૪

વાટે ઘાટે અમસુંરે કે રાડ મચાવોછો,

આવી અસુર સવારારે કે ફેરો ફાવો છો. પ

તેની લાલચ્યે લાગ્યારે કે ડોટું મેલોછો,

સ્વામી નિષ્કુળાનંદનારે અખેલ્યા ખેલો છો. ૬

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી