જળ ભરવા જાઇયેરે કેમારગ મુકોને, ૨૮/૩૨

જળ ભરવા જાઇયેરે કેમારગ મુકોને, હોયે ભોળી હૈયાનીરે તેને જઇ રોકેને. 
હું છું કઠણ હૈયાનીરે કે ઓગળું નહીં અંગે, તારું રૂપ જોઇનેરે કે રાચું નહીં રંગે. 
તારાં લટકાં જોઇનેરે કે લાલચ્ય નવ્ય લાગે, તમે દડો મ નાખોરે ઘડો મારો ભટ ભાંગે. 
મેલો મેલો મોહનજીરે જલ ભરીને જાયે, ઘણું લાડકવાયારે કે લાલ નવ્ય થાયે. 
અણસમજણ્ય એવીરે કે કો કેમ આવી છે.ટેવ પડી જે તમનેરે કે તે કાંયે જાવી છે
શું જાણું શું કરશોરે કે મોહન મોટા થઇ.સ્વામી નિષ્કુળાનંદનારે વિચારું છું હું રઇ.   

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી