મારા સમ માનોનેરે કે વાલમ વાત મારી, ૩૧/૩૨

મારા સમ માનોનેરે કે વાલમ વાત મારી,

દરપણમાં દેખાડુંરે કે સુંદર સુબી તારી. ૧

ત્રિલોકમાં તેવારે નથી કોયે નર બીજો,

શોભા કયાંથી સાંપડીરે શામળા સાચું કેજો.ર

કોયે પુન્ય પૂરવનુંરે કે પ્રગટયું હસે પુરું,

તેણે આરૂપ આવ્યુંરે કે ત્રિકમજી તોરું. ૩

હું તો વિસમે થઇછુંરે નાથ નયણે નિરખી,

કોણ કાંમની મળશેરે તડોવડ તમ સરખી. ૪

ભૂલે નહીં બ્રહ્મારે કે ભળતું ભેળ્યું હશે,

જેને જોયે જેવુંરે તેને તેવું મેલ્યું હશે. પ

મોટા ભાગ્યે ભામનીરે કંથ તમને કરશે,

સ્વામી નિષ્કુળાનંદનારે કે તેનાં કારજ્ય સરસે. ૬

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી