મારા મનની મોહન રે કે ત્રિકમ કઉં તુજને, ૩૨/૩૨

મારા મનની મોહન રે કે ત્રિકમ કઉં તુજને,

તારા લક્ષણ જોઇનેરે લાલચ્ય લાગી મુજને.૧

મારા મનમાં હતુંરે કે હૈયું રાખીશ હાથે,

ત્યાંતો અંતર ઓગળ્યુંરે કે મળવા તમ સાથે. ર

વાલા ચિત ચોરાણુંરે કે મન માન્યું મારું,

મારાં અંગોઅંગમાંરે કે રમીયું રુપ તારું. ૩

મારું અંતર ઇચ્છે છેરે આલિંગન લેવાને,

તેડી તમને એકાંત્યેરે કે કાંયેક કેવાને. ૪

હવે હેત આવેછેરે કે હૈયે હરખું છું,

હું તો મુરતિ તમારી કે નખ શિખ નિરખું છું.પ

અતિ આનંદ ઉપજોરે કે જીવન જોઇને,

સ્વામી નિષ્કુળાનંદનારે હું તો રઇ મોઇને. ૬

મૂળ પદ

ગિરધરીયા હું ઘોળીરે કે મોહન તમ માથે,

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી