સલૂણાશામ એકવાર આવો મારે ઓરડે.૨/૮

સલૂણાશામ એકવાર આવો મારે ઓરડે.સ.

અમેં તો બાંધશું કાચે દોરડે. સ ૧

હાર્યાને દોર્યા તમારા હાલશું સ. વાલમ આવોને તમે વાલ્યશું.સ.ર

વાટડી જોઉંછું કૈ વારંની.સ. શોભા જો ઘટેછે શણગારની.સ. ૩

આવડી જો વેલ સૈ અમશું.સ. રજની વિતે જો કૈયે રમશું. સ. ૪

કોલ બોલ પાળીને પુરા કરો.સ. દયાળું દયા જો દલમાં ધરો.સ. પ

આસ મરયા અંતરે ઉંદાસ છૌ.સ.

ઝઝદામ જો વિનાની અમે દાસ છૌ.સ. ૬

તમને દેખીને મન ઓગળે.સ. ચિતડું મળવા જો ચળવળે.સ. ૭

વિનંતી કરું છું જોડી હાથજી.સ. નિષ્કુળાનંદના હો નાથજી.સ. ૮

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી