છબીલાછેલ અલવ્ય મ કરો તમે એવડી.છ.૫/૮

છબીલાછેલ અલવ્ય મ કરો તમે એવડી.છ.હું તો નથી જોડય તમ જેવડી. 
અમેં તો વસીયે ગોકુળ ગામમાં.છ. નવરાં ન રયે કયે કામમાં.છ. 
તક તારી કેટલીજો રાખીયે.છ.ગોળી ઢોળી મઇની તે સાંખીયે.છ. 
દામોદર રખે તુંજ નાંખે દડો.છ.નિવડેલને કજો ફુટે ઘડો.છ. 
આવડું અનલ કેમ ચાલસે.છ.તુજથી સબળ તુને ઝાલશે.છ. 
વાટે ઘાટે વિપત્ય ન પાડીયે.છ. મારે ઘેર આવો દાડી દાડીયે.છ. 
માંખણ આપીશ હરિ હાથમાં.છ.ખાતા ખાતા જાજો સખા સાથમાં.છ.
નિષ્કુળાનંદ કહે નોરની.છ.
નજર ન રાખીયે જો ચોરની.છ.  ૮ 

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી