લાડીલાલાલ લાડ એવાં મકરો લાડકડા.લા.૭/૮

લાડીલાલાલ લાડ એવાં મકરો લાડકડા.લા.

નાથ નથી હવેજો નાનકડા.લા. ૧

સરવે સમજો તમે શામળા.લા.

લખણ બત્રીસને સોળુ કળા.લો. ર

સરવે પેરયે જો પરવિણ છો.લા.

સનેહી જનને સુખ દેણે છો.લા. ૩

આંખમાં લીયો છો મનવાઇને.લા. ૪

હમણા તો જાણું મન હરશો.લા.

કોણ જાણે પછે કેમ કરશો.લા.પ

ઉગતાં આવું છે લખણ આવડું.લા.

પછે તો કરશો ઘેલું ગામડું.લા.૬

ઉખત્ય માંડીછે તમે આજથી.લા.

પછે તો ટાળશો લોક લાજથી.લા. ૭

નિષ્કુળાનંદના હો નાથજી.લા.

પાનું તો પડયું છે તમ સાથજી.લા. ૮

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી