પિયારાલાલ પ્રીતડી કરીછે હરિતમશું.પિ.૮/૮

પિયારાલાલ પ્રીતડી કરીછે હરિતમશું.પિ.

સર્વે કેશો તે અમે કરશું.પિ. ૧

તમે મારા પ્રાણના આધાર છો. પિ.

મનના માનેલ જો મોરાર છો.પિ. ર

પરણાસું પ્રીત નહીં જોડીયે.પિ.

તમારે સંગાતે નહીં ત્રોડીયે.પિ. ૩

માનું નહીં શિખ મોટા ભૂપની.પિ.

લાલચ્ય લાગી છે તારા રૂપની.પિ. ૪

લોકને કુટુંબનું શું ચાલશે.પિ.

જેનું મન હરિ સંગે હાલશે.પિ. પ

વારી વારી કેટલું જો વારશે.પિ.

હમણાં હૈયું કુટિને હારશે.પિ. ૬

તે તમારાં સુખ નથી જાણતા.પિ.

પશુ તણી પેરયે સુખ માણતાં .પિ. ૭

નિષ્કુળાનંદના જો શામ છો.પિ.

તમેં તો પૂરણ પિયા કામ છો.પિ. ૮

મૂળ પદ

રસીલા લાલ રસે ભરી છે તારી આંખડી

મળતા રાગ

ગરબી ઢાળ : આવોને ઓરા છેલછબીલા

રચયિતા

નિષ્‍કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી