પ્રગટ્યા છે વ્હાલો મારો છપૈયે ગામ નોબત વાગે છે આજ ધર્મને ધામ ૧/૧

પ્રગટ્યા છે વ્હાલો મારો છપૈયે ગામ,
નોબત વાગે છે આજ ધર્મને ધામ.
નાચે કુદે છે આજ બ્રહ્માંડો તમામ,
નોબત વાગે છે આજ ધર્મને ધામ...ટેક.
માતો નથી ઉમંગ માતાને અંગે,
છપૈયા વાસી આજ નાચે ઉમંગે,
હાજર થયું છે આખું અક્ષરધામ...નોબત૦ ૧
રંગ ઉડાડો ને ફૂલડા ઉડાડો,
સર્વેના નાથને સ્નેહે રમાડો,
આવ્યા છે ધામ ધામી છપૈયે ગામ...નોબત૦ ૨
સર્વે બ્રહ્માંડોમાં ઉત્સવ થાય છે,
દર્શન કરવાને સહુ છપૈયે જાય છે,
પારણે ઝૂલે છે મારો પ્યારો ઘનશ્યામ...નોબત૦ ૩
મંદ સુગંધી શીત વાયુ જોને વાય છે,
અતિ આનંદે આજ ગાંધર્વો ગાય છે,
જ્ઞાનજીવન કહે નાચો કુદોને તમામ...નોબત૦ ૪

મૂળ પદ

પ્રગટ્યા છે વ્હાલો મારો છપૈયે ગામ

મળતા રાગ

સોનાના બોર ઝુલે નંદકિશોર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી