ઘનશ્યામ સુખના ધામ , ભજમન શ્રી હરિપૂરણ કામને ૧/૧

( ૧૩૮ )

રાગ :- શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવભય દારુણ 

ઘનશ્યામ સુખના ધામ ,ભજમન શ્રી હરિપૂરણ કામને શ્રી હરિપૂરણકામને ઘનશ્યામ -૧
શ્રી સ્વામિનારાયણ પ્રભુ ,અંતરતણા આરામને  શ્રી હરિપૂરણકામને ઘનશ્યામ -૨ 
શિર ઉપર પાઘ સોહામણી ,ત્રણ છોગલા સુખધામ રે 
વિશાળ ભાવે તિલક ચંદ્રક ,શોભતા અભિરામને       શ્રી હરિપૂરણકામને ઘનશ્યામ -૩ 
સુખ કમળ તેજ નિહાળતા લજ્જા પમાડે કામને 
જરકશી જામો ણે પીતાંબર ,શોભતા ઘનશ્યામને  શ્રી હરિપૂરણકામને ઘનશ્યામ -૪
આભૂષણો અગણિત શોભે , દિવ્ય સુંદર શ્યામને 
દિવ્ય પાદુકા ચરણ ધરી ભક્તોની પૂરે હામને  શ્રી હરિપૂરણકામને ઘનશ્યામ -૫ 
ભજ ભક્તવત્સલ શ્રી હરિ દોય્લીવાળાનાં દામને 
મનમોહન પ્યારા રટણ કર , સ્વામિનારાયણ નામને  શ્રી હરિપૂરણકામને ઘનશ્યામ -૬

તા, ૦૯.૦૮.૭૩ શ્રાવણ શુદ ૧૧ 
સં. ૨૦૨૫ શ્રી સુ. ૧૧ પુત્રદા એકાદશી 

મૂળ પદ

ઘનશ્યામ સુખના ધામ , ભજમન શ્રી હરિપૂરણ કામને

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી