તમે સુખ મને આપ્યું છે સારુંરે, શામળા સુખકારી.૨/૨૪

તમે સુખ મને આપ્યું છે સારુંરે, શામળા સુખકારી.

થયું હેત હરિ તમ સાથે મારુંરે.શા. ૧
તમે મેરય આણી મન માવારે.શા.
નથી અમે ગુણ ઓશીગણ થાવારે.શા. ર
મારા મંદિર આવો છો મલપતારે.શા.
સજી શણગાર સુંદર શોભીતારે.શા. ૩
તારી મુરતિ જોઇને મોહ પામીરે.શા.
તેણે વ્રહે વેદના વળી વામીરે.શા. ૪
થઇ મગન મોહન મન થાયેરે.શા.
જોતાં નયણાં ત્રીપત ન થાયેરે.શા. પ
મારું મન ચિત વાલા મોઇરે.શા.
હું તો ટગમગ રઇ સામું જોઇરે.શા. ૬
મુને વાલમ લાગોછો ઘણું વાલારે.શા.
તમે નૌતમવર નંદલાલારે.શા. ૭
ઓરા આવોને આલિંગન લીજેરે.શા.
સ્વામી નિષ્કુળાનંદના સુખ દીજેરે.શા. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી