તારા મુખની વારતા મરમાળીરે . મોહન મરમાળી . ૩/૨૪

તારા મુખની વારતા મરમાળીરે . મોહન મરમાળી .

તારી આંખડી દીસે છે અણિયાળીરે.મો. ૧

તમે મરમ કીધો છેમુજ માથારે.મો.

મારાં પ્રાણ બંધાણા તમ સાથેરે.મો. ર

તમે હસતે વદને જોયું હેરિરે.મો.

મુને મન ચિત લીધું તમે ફેરીરે.મો. ૩

મુને મરમે શું મોહને બોલાવીરે.મો.

મને ફૂલડાની પેઠે ફૂલાવીરે.મો. ૪

કર્યું મનનું ગમતું તમે માવારે.મો.

આજ અગમ થયો કેમ આવારે.મો. પ

તારું મુખ જોવા મનોરથ થાયેરે.મો.

તેની ચિતવણી રહે ચિતમાંયેરે.મો. ૬

અમે આગળે ન જાણ્યું હરિ આવુંરે.મો.

હવે આજ કેના ઓઠાં અમે લાવુંરે. મો. ૭

હવે જેમ હરિ રાખો તેમ રૈયેરે.મો.

સ્વામી નિષ્કુળાનંદના શું કૈયેરે.મો. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી