તમે માવજી મચકો કરીને, માવજી મચકાળા.૪/૨૪

તમે માવજી મચકો કરીને, માવજી મચકાળા.

તમે પ્રાણ માંરા લીંધાં છે હરિનેરે.માં. ૧

તારી આંખ્યમાં મચકો શીયો આવોરે.માં.

જોતાં જીવન જનને લોભાવોરે.માં. ર

તારા મુખને મચકે રહી મોઇરે.માં.

આવા મચકાળા દીઠા નહીં કોયરે.માં. ૩

તારે મચકે મોયું છે મન મારુંરે.માં.

મારા હૃદયમાં રયું રૂપ તારુંરે.માં. ૪

તારી ચાલ્યને મચકે ચિત્ત ચોર્યુંરે.માં. પ

તમે મચકે ભર્યા છો ઘણું મીઠારે.માં.

અમે અંગો અંગ મચકાળા દીઠારે.માં. ૬

તમે મચકો કરીને મુને મળ્યારે.માં.

તારા મચકા ન જાયે કેણે કળ્યારે.માં. ૭

તારે મચકે લીધુંછે મન વાઇરે.માં.

સ્વામી નિષ્કુળાનંદનાં સુખદાઇરે.માં. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
પ્રીત પિયા ઘનશ્યામ
Studio
Audio
0
0