મોર બોલે, ચકોર બોલે, નોબત વાગે છે આજ ધર્મને ધામ ૧/૧

મોર બોલે, ચકોર બોલે,
આજ પારણીએ ઘૂઘરીનો ઘોર બોલે;
જુઓ ઝુલે, ઘનશ્યામ ઝૂલે,
આજ પારણીએ ભકિતનો લાલ ડોલે...ટેક.
નાના મોટા સર્વે નાચે, રસિયાજીના રૂપમાં રાચે,
હોલે હોલે, એમ સહુ બોલે...આજ૦ ૧
આવો આવો હેતે ગાઓ, કુદવા માંડો શું શરમાવો,
ડાંડી ઢોલે, ઢમ ઢમ બોલે...આજ૦ ૨
નાચવા લાગી દેવ નારી, તા તા થૈ થૈ કહે પોકારી,
પાયલ બોલે, કોયલ બોલે...આજ૦ ૩
માતા-પિતા અતિ રાજી, મૂંઝાય ગયા સર્વે પાજી,
પંડ ડોલે, બ્રહ્માંડ ડોલે...આજ૦ ૪
રસની રીડ્યો સહુ કરે છે, ફેર ફદુડી તન ફરે છે,
મન ડુલે, દેહ ભાન ભૂલે...આજ૦ ૫
ઢમ ઢમાઢમ ઢોલ વાગે, શરણાયુ ને ઝાંઝ વાગે,
હોલે હોલે, સહુ કોઇ બોલે...આજ૦ ૬
અસુરોનું મન મૂંઝાણું, આવ્યુ એના મોતનું ટાણું,
દેવ બોલે, આ જ્ઞાન બોલે...આજ૦ ૭

મૂળ પદ

મોર બોલે, ચકોર બોલે,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0