તમે વનમાં વસોછો વનમાળીરે, વાલમાં વનવાસી.૫/૨૪

તમે વનમાં વસોછો વનમાળીરે, વાલમાં વનવાસી.

તમે મોરલી વાયોછો મરમાળીરે.વા. ૧

સુણી મળેછે માંકડલાની ટોળીરે.વા.

તેને નાચ નચાવો નિત્ય ઘોળીરે.વા. ર

તમે વનનાં પંખીને વશ કીધારે.વા.

તેનાં મોરલી વાઇને મન લીધારે.વા. ૩

તમે ગાવડી ફરીછે કાંયે ઘીલીરે.વા.

સુણી વાંસણી આવેછે વછ મેલીરે.વા. ૪

તમે મરઘલાં મોહ પમાડયાંરે.વા.

તમે ખગ મુગ જાત્ય રમાડયારે.વા. પ

તારી મોરલી મરમની ભરીરે.વા.

તેણે વન જન લીધાં વશ્ય કરીરે.વા. ૬

તમે પશુને પંખીની પ્રિતેરે.વા.

તમે વનમાં જાવોછો નિત્ય નિત્યેરે.વા. ૭

તમે સારો દીન રહો તેહ સાથરે.વા.

ધન્ય નિષ્કુળાનંદના નાથરે.વા. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી