તમે વનની કરીછે હરિ વાડીરે, વિઠલા વનમાળી.૬/૨૪

તમે વનની કરીછે હરિ વાડીરે, વિઠલા વનમાળી.

દિન ઉગે ને જાઓછો તિયાં દાંડીરે.વિ. ૧

તમે સંગે તેડો છો સર્વે સંગીરે. વિ.

તિયાં ફૂલડાં વિણોછો પચરંગીરે. વિ. ર

તેના તોરા ગજરાને કરો ટોપીરે. વિ.

તેણે અંગો અંગ રેછે ઓપીરે. વિ. ૩

બીજા હારની પંગતી કરી હૈયેરે. વિ.

શોભા નખ શિખ્યા નાવે કાંયે કૈયેરે. વિ. ૪

તમે ફૂલડાં ખોસોછો બેઉ કાનેરે.વિ.

વળી વાંસળી વાયોછો તમે તાનેરે.વિ.પ

તેને સાંભળી નાચેછે સહુ સગીરે.વિ.

એવા વનમાં કરોછો રંગરંગીરે.વિ. ૬

એવી લીલા કરોછો વન જૈરે.વિ.

તેની એંધાણી આવોછો અંગે લૈરે.વિ. ૭

એવે વેશે વનથી ઘેરય આવોરે.વિ.

સ્વામી નિષ્કુળાનંદનાં મુને ભાવોરે.વિ. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી