તારા છોગાલાંની છબી સારી શોભેછેરે, છેલવર છોગાળા.૭/૨૪

તારા છોગાલાંની છબી સારી શોભેછેરે, છેલવર છોગાળા.

જોઇ લોચન અમારાં હરિ લોભેરે.છે. ૧

તમે પાઘડી બાંધોછો પેચાળીરે.છે.

વળી વસેખે શોભેછે વલાળીરે.છે. ર

તારી સુંથણી શોભેછે ઘણું સારીરે.છે.

તારા કસુંબલ વાઘા પબય વારીરે.છે. ૩

જોઇ ઝીણી પછેડી જરકશીરે.છે.

તેણે કમર તમે લૈ કશીરે.છે. ૪

એવાં અંબર આપે છે ઘણું અંગેરે.છે.

તમે રસિયા ભીનાછો રુડે રંગેરે. છે. પ

તમે લટકાં કરોછો લટકારારે.છે.

તમે મીઠા બોલો ને મરમાળારે.છે. ૬

તમે દેશ દેશની દેશી લાવોરે.છે.

બોલી હસવા સરખુંને હસાવોરે.છે. ૭

તમે લટકાં કરીને મન લીધાંરે.છે.

સ્વામી નિષ્કુળાનંદના વશ્ય કીંધારે.છે. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી