તમે લાડે કરોછો બઉ લીલારે, લાલવર લાડકડા.૮/૨૪

તમે લાડે કરોછો બઉ લીલારે, લાલવર લાડકડા.

સખા સર્ખે સંગે લઇ ભેળારે.લા. ૧

તમે સુનું મંદિરીયું શોધીરે.લા.

ગરિ ઘરમાં પિયો છો પય દૂધીરે.લા. ર

તમે સાંતનું સંઘરયું ખાયો ખોલીરે.લા.

પિયો પાવોને નાંખોછો બીજું ઢોળીરે.લા. ૩

એમ કરતાં મંદિરમાં ન ફાવોરે.લા.

બેસી બારણે માંકડા મુતરાવોરે.લા. ૪

મારી પાકશાળા કરી પાયખાનુંરે.લા.

તેનું છેબકું રાખું છું ઘણું છાનુંરે.લા. પ

હાથ પડતો હોસ પૂરી કરુંરે.લા.કેદી ન કહો ઘરમાં હવે ગરુંરે.લા. ૬

ગાલ ઝાલીને ઘુમરડું હું ઘણુંરે.લા.

હવે નંદનો નાનડીયો ન ગણુંરે.લા. ૭

તમે આવજો વિચારી હવે વાલારે.લા.

સ્વામી નિષ્કુળાનંદનાં નંદલાલારે.લા. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી