આજ ઓપી રયુંછે અમલુરે, વૃંદાવન રુડું.૯/૨૪

 આજ ઓપી રયુંછે અમલુરે, વૃંદાવન રુડું.

જીયાં ફૂલી રયાં બહુ ફૂલરે.                            વૃં. ૧
કેળ કદમ કલ્પના વનરે.                         વૃ.
આંબા આંબલી ચંપાને ચંદનરે.                    વૃં. ર
માંયે મંદાર પનસને તાળરે.                          વૃં.
વગરાગ નાલિર વાસાળરે.                             વૃં. ૩
તિયાં જંબીર જાંબુને બોરડીરે.                       વૃં.
લિબું લિંબડા દાડમને તિતીડીરે.                  વૃં. ૪
પિપર પિંપળ સરસને ખજુરીરે.                    વૃં.
રીયાં પારજાત ગુવાક તે મોરીરે.                 વૃં. પ
વેલ્લી માધવી માલતી મલ્લિકારે.               વૃં.
વૂંકુંદ કેતકી જુઇને જુથીકારે.                         વૃં.૬
તિયાં સારસ શુક હંસને મોરરે.                     વૃં.
કરે બાપૈયા કોકીલા ઝિગોરરે.                      વૃં.૭
તિયા રસિયો રમે રસ રીતરે.                        વૃં.
સ્વામી નિષ્કુળાનંદનો નિતરે.                        વૃં. ૮
 

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી