સખી વાલું લાગે એહ વનરે, શોભા શી કહું.૧૦/૨૪

સખી વાલું લાગે એહ વનરે, શોભા શી કહું.

જીયા રમેછે જુગ જીવનરે.શો. ૧

બહુ સખા શોભે હરિ સાથરે.શો.વચે નાચે છે મારો નાથરે. ર

તિયાં તાલીનું તુંટે તાનરે.શો. ઘણું કરે ગોવાલીડા ગાનરે.શો. ૩

તિયાં જોઇ રહ્યાં બહુ જનરે.શો. હરિ હરેછે સહુના મનરે.શો. ૪

સહુ મળી મચાવ્યો ખેલરે.શો. તિયાં રમે આનંદી અલબેલરે.શો. પ

તિયાં થેઇ થેઇ થેઇ થઇ થાયેરે.શો.

તિયાં તાનમાં ગાન સહુ ગાયેરે.શો. ૬

વાજે ત્રિવિધ્ય વાજિંત્ર ત્યાંયેરે.શો.

વાલો વચમાં વાંસલડી વાયેરે.શો. ૭

મારું મન મોયું જોઇ નાથનેરે.શો.

સ્વામી નિષ્કુળાનંદના સાથરે.શો. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી