જાઓ જોઓને જીવન પ્રાણરે, ખેલનો ખાંતિલો.૧૧/૨૪

જાઓ જોઓને જીવન પ્રાણરે, ખેલનો ખાંતિલો.રમે સખા સંગે સુજાણરે.  ખે. ૧
અંગ મોડે ત્રોડે બહુ તાનરે. ખે. કરે કરનાં લટકાં કાનરે . ખે. ર
વાલો જરકશી જામા પરીરે. ખે. લળે વળે જેમ કાંબ્ય કણેરીરે. ખે. ૩
ફરે ફુદડી ફરતે ફેરરે.ખે. ઘણો ચળકાવે ચાળનો ઘરરે. ખે. ૪
કશી કમર સોનેરી સલેરે.ખે. વાલો મંડળીને મઘ્યે માલરે. ખે. પ
માથે છોગલાં મેલી બેચ્યારરે.ખે. વાલો વિવિઘ્યે કરે વિહારરે. ખે. ૬
પેરે કંઠે કુસુમનાં હારરે.ખે. બીજા કરી બહુ શણગારરે. ખે. ૭
રમે રંગભર રસિયો રાજરે.ખે. વાલો નિષ્કુળાનંદને કાજરે.  ખે. ૮ 

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી