પૂરે પૂરે છે દલડાનો ડોડરે, લાલવર લેરખડો૧૩/૨૪

પૂરે પૂરે છે દલડાનો ડોડરે, લાલવર લેરખડો.

કરે કરેછે પુરા કોડરે.લા. ૧

હરે હરે હૈયાનું હેતરે.લા. ઠેર ઠેર જોઇ મન ચિત્તરે.લા. ર

આપે આપે છે શામળો સુખરે.લા.

કાપે કાપેછે દલડાનું દુઃખરે.લા. ૩

સારે સારેછે કાજ સુજાણરે.લો મારે મારેછે મોહનાં બાણરે.લા. ૪

ટાળે ટાળે અંતર અલબેલરે.લા.

વાળે વાળે રંગડાની રેલરે.લા. પ

રાખે રાખે છે રાવલી રીતરે.લા. દાખે દાખેછે પૂરણ પ્રીતરે.લા. ૬

પાયે પાયેછે અમરત્ય પાનરે. લા. ગાયે ગાયેછે મધુરું ગાનરે.લા. ૭

કેવાં કેવાં કરેછે કામરે.લા.એવા નિષ્કુળાનંદનો શામરે.લા. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી