રૂડી રૂડી રૂપાળીરીતરે, વાંસળી વાગેછે.૧૪/૨૪

રૂડી રૂડી રૂપાળીરીતરે, વાંસળી વાગેછે.

તેણે હરયાં છે સહુંનાં ચિત્તરે વાં. ૧
રંગ ભરે રસિયે રાગરે.વાં.સુણી નાદે મોયા શેષ નાગરે. વાં. ર
સુણી ભવ બ્રહ્મા ભૂલ્યા ધ્યાનરે.વાં. ભૂલા ગાંધ્રવ નારદ ગાનરે .વાં. ૩
મોયા દશે દશે દિગ પાલરે.વાં.
મોયાં સ્વર્ગ મૃત્યુંને પાતાલરે.વાં. ૪
મોયા ઈંન્દ્ર ચંદ્ર રાગે રવિરે.વા. મોઇ વૃજ વનિતા વન આવીરે વાં. પ
મોયા ખગ મૃગ સુર સમિરરે.વાં.મોયા જમુનાજીના નીરરે.વાં. ૬
મોયા ચરાચર સૂક્ષ્મ સ્થૂલરે.વાં. એક કંસનું ન મોયું કુળરે.વાં. ૭
મોયા તેણે જોયા નંદલાલોરે.વાં.સ્વામી નિષ્કુળાનંદનો વાલોરે.વાં. ૮

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી