તમે પ્રીતની રીતને ન પ્રિછારે, ગાયુંના ગોવાળિયા.૧૭/૨૪

તમે પ્રીતની રીતને ન પ્રિછારે, ગાયુંના ગોવાળિયા..

મારા અંતરમાં રઇ ગઇ ઇચ્છારે. ગા. ૧

જાણું કાનવર પુરસો કોડરે.ગા.મારા દલમાં રઇ ગયો ડોડરે.ગા.ર

તમે રમવાની રીત ન રાખીરે.ગા.તમે વનમાં વસીયા વય આખીરે.ગા. ૩

તમે ગાવડી ચારીને ગાયાં ગીતરે.ગા.તમે પ્રીતની ન જાણો કાંઇ રીતરે.ગા. ૪

કાળી કાંમળી ઓઢી જાણી અંગરે.ગા.તમે ભળી રહા ભરવાડં સંગરે.ગા. પ

તમે હરતા ફરતા અન્ન જમ્યારે.ગા.તમે પશુ સંગાત્યે પ્રીત રમ્યારે.ગા. ૬

એમ કરતાં કાંમણ શિખ્યા કાંઇરે.ગા.કર્યા કામણ મોરલીનેમાંયેરે.ગા. ૭

તમે મોરલી વાઇને મન લીધાંરે.ગા.તેને સાંભળી તન મન દીધારે.ગા. ૮

હવે સાને માટે ન રહો સાથરે .ગા.વાલા નિષ્કુળાનંદના નાથરે.ગા. ૯

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી