ઓરા આવોને કહું એક વાતરે, સુખદાઇ શામળીયા.૧૮/૨૪

ઓરા આવોને કહું એક વાતરે, સુખદાઇ શામળીયા.
અલબેલા કરીયે એકાંતરે. સુ. ૧
સુણો ચતુરવર દૈ ચિતરે.સુ.પીયુ પૂરણ તમશું મારે પ્રીતરે. સુ. ર
મહા સુખ મુખ નિરખવા નેમરે .સુ. વણ દીઠે વિતે દિન કેમરે. સુ. ૩
તમે વેલા ઉઠી ગયા વાલાં વંનરે.સુ.હું તો વિલોકી ન શકી દંનરે. સુ. ૪
અતિ આતુર થઇને અકુલાણીરે.સુ.મારી આંખડીમાં આવી ગયાં પાણીરે સુ. પ
હું તો લોક લાજે લુઇ લુઇ નાંખુરે.સુ.મારું હયુ હાથ રહે નહિ રાખ્યુંરે. સુ. ૬
મને મુખ જોયે શામસુખ થાયેરે.સુ.દીઠે વદન મગન મન માંયે. સુ. ૭
તમે છો હરિ પ્રાણથી પ્યારારે.સુ.તમે આવી જાજો અસુર સવારારે. સુ. ૮
હરિ હેતની વાત અમ સાથરે.સુ.વાલા નિષ્કુળાનંદના નાથરે. સુ. ૯

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી