તારું મુખ જોઇ માયા મુને લાગીરે, પ્રીતમ પાતળિયા.૧૯/૨૪

તારું મુખ જોઇ માયા મુને લાગીરે, પ્રીતમ પાતળિયા.

સૂતી હતી હું ઝબકીને જાગીરે.પ્રિ. ૧

જાગી જોઉ તો પીયુ નહીં પાસરે. પ્રિ.

મારું અંતર થયું છે ઉદાસરે.પ્રિ. ર

અતિ આતુર થઇ અંગમાયેરે. પ્રિ.

વાલા તમ વિન્યા રયું નવ્ય જાયેરે.પ્રિ.૩

મુને એકલા તો ઉંઘ ન આવેરે.પ્રિ.

મુને તમ વિના બીજું ન ભાવેરે. પ્રિ.૪

જારે બાહોડીયું બાંધુ બેલુરે. પ્રિ.

આવે ઉંઘ કર પર શિશ મેલુરે. પ્રિ.પ

તમ વિનાતો તન મન તપેરે. પ્રિ.

નાવે નિંદરા નયણા ન જંપેરે. પ્રિ ૬

અધ ઘડી એકલું ન રેવાયરે. પ્રિ

તમ વિના તો જામીની ન જાયેરે. પ્રિ.૭

માટે માવજી રેજો મારી ભેટેરે. પ્રિ.

છેલ છબીલા મ રેજો છેટેરે. પ્રિ.૮

મારી પ્રીત બંધાણી પ્રાણનાથરે. પ્રિ.

સ્વામી નિષ્કુળાનંદના તમ સાથરે. પ્રિ.૯

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0