મુને રસિયા રંગ લાગ્યો તારોરે, રસિયા રંગભીના.૨૧/૨૪

મુને રસિયા રંગ લાગ્યો તારોરે, રસિયા રંગભીના.

તેણે અંગ રંગ ઉઇટયો અમારોરે.ર. ૧

જોયું ઘુંઘટ પટને ઓટેરે.ર.

ચડયાં ચંચલ નયણ તારી ચોટેરે. ર

મુને કમળ નયણ તારી કીધીરે.ર.

તમે પીયુજી પોતાની કરી લીધીરે.ર. ૩

હવે હારી દોરી હાલું છું હેતેરે.ર.

મારા પ્રાણ હર્યા હરિ પ્રિતેરે.ર. ૪

મારું તમ સાથે તન બાંધુંરે.ર.

જેમ રાંકને રતન ધન લાધુંરે.ર. પ

પામી આનંદમાં નંદ સુખ મોટુંરે.ર.

મારું તમ ચરણે ચિત ચોટુંરે.ર. ૬

હું તો હરું ફરું ડોલું દિવાનિરે.ર.

તેણે ટળી વળી સંસાર સગાનિરે.ર. ૭

મુને તમ વિન્યા સુજે નહીં શામરે.ર.

હું તો ભૂલી ગઇ ભુવનનાં કામરે.ર. ૮

તમે પ્રીત કરી પ્રાણ લીધુંરે.ર.

સ્વામી નિષ્કુળાનંદના કહું સીધુંરે.ર. ૯

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી