ધન્ય ધન્ય ધુત વિદ્યા તારી રે, ધરના હો ધુતારા.૨૨/૨૪

ધન્ય ધન્ય ધુત વિદ્યા તારી રે, ધરના હો ધુતારા.

એવી ધુત વિદ્યા કયાંથી ધારીરે.ધ.૧
ધૂત્યું મનચિત મારું મોરારીરે.ધ.
તેણે ત્રિકમ થઇ હું તમારીરે. ધ.ર
ધુત્યાં શ્રવણ નયણ મુખ મીઠાંરે. ધ.
તમ જેવા ધુતારા ન દીઠારે.ધ. ૩
ધુત્યા હાથ પાયો હૈયાનું હેતરે.ધ.
ધુત્યા મન પ્રાણ ઈંન્દ્રિ સમેતરે.ધ.૪
ધુતી અંગોઅંગ મળી મુને માવારે.ધ.
પડી નજરે ન દીધી જાવારે.ધ. પ
લીધી વાત ન મેલોમોરારીરે.ધ.
એવી ત્રિકમ ટેવ તમારીરે.ધ. ૬
તમે ધૂત વિદ્યાની ઢાળઢળારે.ધ.
તમે આગલ્યે આવા નવ્ય કલ્યારે.ધ. ૭
ધન્ય ધન્ય જો ધુતારાપણુંરે.ધ.
તારી ધુત ગતિ સૈસૈ ગણુંરે.ધ. ૮
તમે ધુત્યો વાલા વૃજજન સાથરે.ધ.
ધન્ય નિષ્કુળાનંદના નાથરે.ધ. ૯

મૂળ પદ

તમે હેત ઘણું રાખોછો હૈયેરે, હરિવર હેતકારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી