તમે રસિકવર રસાલ છો, રસિલાજી.૨/૮

તમે રસિકવર રસાલ છો, રસિલાજી.

તમે નટવર નંદ ગોવાલ છો.ર. ૧

તારી રસમાં ભરી અતિ આંખરે.

મને જીવન જોયાની ધાંખ્ય છે. ર.ર

રૂડી રસિક વાણી છે વદને. ર.

તે સુણતા સમાવે મદને. ર.૩

તમે રસે કરો રસ લટકાં. ર.

જોઇ નયણાં ન ભરે મટકાં. ર. ૪

તમે રસિકમયે રુડા રાજ છો ર.

મારા મન માન્યા મહારાજ છો. ર. પ

રસ રુપ અનુપ તમે રસિયા. ર.

મારા રુદિયા કમલમાં વસીયા. ર.૬

તમે નખ શિખ નાથ રસે ભર્યા.ર.

વળી વૃજ વનિતા રસે વર્યા. ર. ૭

તમે રસિકવર રંગે રમ્યા. ર.

સ્વામી નિષ્કુળાનંદના મુને ગમ્યા. ર. ૮

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી