તમે રંગભીના છો રસિયા. રંગભીનાજી. તમે કેને મંદિરે વસીયા 3/૮

તમે રંગભીના છો રસિયા. રંગભીનાજી. તમે કેને મંદિરે વસીયા. રં.

નયણામાં વરતાયે છે નાથજી. રં. તમે રમીયા સખીને સાથજી. રં. ર

વાત કરતાં આંખ વિચાય છે. રં. ઘણું ઘેને ભરી ઘેરાય છે.. રં. ૩

અતિ આળસડું અંગે ભર્યું. રં. તે જાણ્યું જીવન તમે કર્યું.રં.૪

તમે શિદ લેરો છો લડથડીયે. રં. આવો સુવો અમારી સેજડીયે. રં.પ

હું પ્રેમે તલાસું પાવલીયા. રં. વળી વાલમ નાંખું હું વાવલીયા. રં. ૬

તમે સુખે સુઇ જ્યારે જાગજો. રં. વળી જે જોયે તે માગજો. રં. ૭

કાંયે કેવું ઘટે તે અમને કહો. રં.સ્વામી નિષ્કુળાનંદના સુખી રહો. રં.૮

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી