કાંઇ રઢ લાગી મારા રાજને રઢીયાળાજી ૪/૮

કાંઇ રઢ લાગી મારા રાજને રઢીયાળાજી.શું મનમાં છે મહારાજને.             ર.૧
તમે ધરથી જે ઢાળે ઢળો. ર. પછે વાળ્યા કોયેના નવ્ય વળો.              ર. ર
કાંઇ ટેવ પડી છે તમને. ર. એનો આવે અચંબો અમને.                    ર. ૩
તમે વાત લીયો જે વાલા વદી. ર. તેતો કર્યા વિના નવ્ય મેલો કદી.       ર. ૪
તમે રઢે વર્યા છો વૃજનારને.ર. એક સો આઠ સોળ હજારને.               ર. પ
તમે રઢે રમ્યા રાસ રસિયા. ર. તમે રઢે વૃજમાંયે વસિયા.                         ર. ૬
તમે રઢે ગોકુલ ચારી લાવડી. ર. રઢિયાળા રઢ શી આવડી.               ર. ૭
તમે નિષ્કુળાનંદના નાથજી. ર. મારું મન માન્યું તમ સાથજી.              ર. ૮ 

 

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

કાંઇ રઢ લાગી મારા રાજને(૨૧-૨૦)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
0
0