તમે હોંસ ઘણું ભર્યા હયે. હોંસીલાજી૫/૮

તમે હોંસ ઘણું ભર્યા હયે. હોંસીલાજી.

તારી હોંસ તણું હરિ શું કહીયે. હોં. ૧

તમે હોંસે આવો અમ આંગણે. હોં.

તમે દેવને દુલભ છો ઘણે. હોં. ર

તમે હોંસે બોલાવો મુજને. હો.

જોઉં આડી આંખે હું તુજને. હોં.૩

તમે હોંસે કરો વાલા વાતડી. હોં.

ભાગે ભુધર તેણે મારી ભ્રાંતડી. હોં. ૪

તમે હોંસે હેરો હરિ હેતસું. હોં.

તમે પૂરણ કરો પીયુ પ્રીતસું હોં. પ

તમે કાનવર મુજ કારણે. હોં.

ઘણું આવો છો ઘર બારણે. હોં. ૬

તે તો પાડ તમારો જાણીયે. હોં.

વળી વાલપ્ય શું વખાણીયે. હોં. ૭

હવે ક્યારે મળશું એકાંત્યે. હોં.

સ્વામી નિષ્કુળાનંદના તમ સાથે. હોં. ૮

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી